વર્ષ-૨૦૧૯માં લાગુ કરેલી પોલિસી ચાલુ શૈક્ષણિક વર્ષમાં અમલ કરવા નિર્ણય
! ધોરણ.૫ અને ૮મા ૩૫ ટકાથી ઓછા માર્કસ મેળવનાર વિદ્યાર્થીને નાપાસ કરાશે
સરકારનો નિર્ણય ૫૪ હજાર શાળાના ૧૯.૮૦ લાખ વિદ્યાથીને લાગુ પડશ.ગુરાત શિક્ષણ વિભાગના તાબા હેઠળ ચાલતી રાજ્યની સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ.૫ અને ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી જેમને ૩૫ ટકા કરતાં ઓછા માર્કસ હશે તેઓને નાપાસ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૯માં વર્ગ બઢતી નહી આપવાની લાગુ કરેલી પોલીસીનો શૈક્ષણિક વર્ષ-૨૦૨૨- ૫૨૩માં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય રાજ્યની ૫૪ હજાર જેટલી શાળામાં અભ્યાસ કરતાં ૧૯.૮૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને લાગુ પડશે.ટુ એજ્યુકેશન એક્ટ લાગુ ટુ થતાં ગુજરાતમાં વર્ષ-૨૦૧૨થી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા
બાળકોને વર્ગ બઢતી નહી રોકવાનો ઠરાવ પ્રસિદ્ધ કરાયો હતો. આ ઠરાવના કારણે વર્ષ-૨૦૧૨થી લઈને વર્ષ- ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ સુધી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો પૈકી ભણવામાં નબળા હોય તેવા બાળકોને પણ નાપાસ કરવામાં આવતા નહોતો. જેના કારણે હાઈસ્કૂલમાં આવતા ઘણા બાળકોમાં વાંચન, લેખન અને ગણનમાં પણ નબળો જોવા મળતાં હતા અને તેની અસર ઉચ્ચ અભ્યાસમાં પણ વર્તાવા લાગી હતી. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવા અંગેનો વર્ષ-૨૦૧૯માં નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન વર્ષ- ૨૦૨૦માં કોરોના મહામારી આવતાં
રાજ્યની સ્કૂલોમાં ફિજીકલ શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યુ હતુ, જેના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. જોકે હવે રાજ્યમાં કોરોનાના કેસો છેલ્લા ઘણા સમયથી ઘટી ગયાં છે અને ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં સ્કૂલોમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય પણ ચાલી રહ્યું છે. જેથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ.૫ અને ૮માં ૩૫ ટકા કરતાં ઓછા માર્કસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની વર્ગ બઢતી રોકવામાં (નાપાસ) કરવાનો નિર્ણય જે વર્ષ- ૨૦૧૯માં લાગુ કરાયો હતો તેનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય સરકારી અને ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને લાગુ પડશે.