તલાટી કમ-મંત્રની પરીક્ષા ૨૩મી એપ્રિલના રોજ લેવામાં આવશે.
જૂનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષાની તારીખોને લઈ
ધોરણ.૯-૧૧તી વાષિર્ક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવા માગ
રાજ્ય શિક્ષણ વિભાગના વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર મુજબ આગામી ૧૦મી એપ્રિલથી ધોરણ.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. બીજી તરફ ૯ એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી રાજ્યની શાળાઓમાં આ પરીક્ષાના કેન્દ્ર ફાળવવામાં આવશે. જેથી જૂનિયર ક્લાર્કની પરીક્ષાના બીજા દિવસે ધોરમ૯-૧૧ની વાર્ષિક પરીક્ષા શરૂ કરવી શક્ય નથી. માટે ધો.૯-૧૧ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાની બોર્ડ સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે, અગાઉ આપેલ યાદી મુજબની શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નિયત કરેલ છે આથી આ યાદી મુજબની શાળાઓ અને ૦૩ બ્લોકથી વધુની શાળાઓની આચાર્યને જણાવવાનું કે ઉપરોક્ત તારીખમાં ડીઈઓ કચેરીની પૂર્વ મંજૂરી વિના આવે.
અન્ય કોઈ એજન્સીને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં ન આવે. જો કોઈ શાળાને પરીક્ષા લેવા બાબતે પ્રતિકુળતા હોય તો તેના વ્યાજબી કારણો આધાર-પુરાવા સાથે ડીઈઓ કચેરીમાં રૂબરૂ રજૂ કરવા પડશે. નિયત સમયમાં આ પ્રક્રિયા નહી થાય તો પછી છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરવામાં નહી
No comments:
Post a Comment