દરખાસ્ત વિભાગ દ્વારા મંજૂર કરાઈ હતી. શિક્ષણ વિભાગ દ્વારા દરખાસ્ત મંજૂર કરાયા બાદ શિક્ષકોમાં રોષ ફેલાયો હતો. શિક્ષકોના મત અનુસાર સ્વૈચ્છિક ફળો જ લેવો હોય તો તો શિક્ષકો સિધા જ જે તે એકાઉન્ટમાં પોતાની રીતે નાંખી શકે છે. આ માટે વિભાગ દ્વારા સીધા જ પગારમાંથી કાપવાનો જે નિર્ણય છે તે યોગ્ય નથી. આમ ભારે વિરોધ થતાં પરિપત્ર રદ કરવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, કે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન કાર્યક્રમના આયોજન અને ખર્ચ માટે શિક્ષક દીઠ વિદ્યાસહાયકોના પગારમાંથી રૂ. ૫૦૦ અને પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી રૂ. ૧
હજાર સ્વૈચ્છિક ફાળાની ફેબ્રુઆરી કે માર્ચના પગાર બિલમાંથી કપાત કરવા મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આ મંજૂરી રદ કરવા માટે રજૂઆત કરી હતી. જેને ધ્યાને લેતા શિક્ષણ વિભાગની ૧૦ ફેબ્રુઆરીના પત્રથી પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી સ્વૈચ્છીક ફળાની રકમ કપાત કરવા અંગે આપવામાં આવેલી મંજુરી રદ કરવામાં આવે છે. આ પરિપત્રમાં મહત્વની વાત એ છે કે, શિક્ષણ વિભાગે હજુએ એવુ રટણ કરે છે કે, અમે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના કહેવાથી પરિપત્ર રદ કરી રહ્યાં છીએ. એનો મતલબ એ થાય છે કે, બાકી ગમે તેટલો વિરોધ થાત તોય અમે ટસનામસ થયા
ભાવનગર મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગત બજેટમાં લાખો રૂપિયા ની ફાળવણી કર્યા બાદ સમગ્ર વર્ષ વિતવા છતાં રાતીપાઈનો ખર્ચ કરાયો નથી, એજ્યુકેટેડ સમિતિ બનાવ્યા બાદ વહીવટમાં થશે તેવી વિદ્યાર્થીઓના વાલીઓને આશા હતી પરંતુ સમિતિની અણઆવડતના લીધે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં ગત વર્ષની રકમ પણ ખર્ચ કર્યા વગરની પડી રહે હતી. વર્ષ ૨૦૨૩ - ૨૪નું રૂપિયા ૧૭૦ કરોડનું બજેટ મંજુર કરાયું હતું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
No comments:
Post a Comment