પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારા માટે કમિટીની પ્રથમ બેઠક મળી
શિક્ષકોની અટકી પડેલી બદલી અને ભરતીનું કોકડુંગૂંચવાયું,નિવેડામાટેસ૨કા૨નીમથામણ
સુધારા ઠરાવ બાદ પણ ૨૫૦થી વધુ પિટિશન, નિરાકરણ માટે લીગલ અભિપ્રાય લેવાશે
1 અમદાવાદ |
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોને લઈ હાઈકોર્ટ સુધી મામલો પહોચ્યો છે. જુદી જુદી જોગવાઈઓમા ૨૫૦થી વધારી પિટિશન હાઈકોર્ટમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં ૧૧૭ જેટલી પિટિશન પેન્ડિંગ છે. જેને લઈ રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરીક બદલી કેમ્પ મકુફ રાખવા પડ્યાં છે. જોકે હવે હાઈકોર્ટમાં થયેલી પિટિશનોને ધ્યાનમાં રાખી ઠરાવમાં કેવા પ્રકારના સુધારા થઈ શકે છે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે પ્રથમ તબક્કાની બેઠક પણ યોજાઈ ચુકી છે. સુત્રોના જણાવ્યા મુજબ સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય માગ્યાં બાદ આગામી કાર્યવાહી કરાઈ શકે છે.
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીઓના નવા નિયમોને લઈ ગત તા.૧ એપ્રિલ-
૨૦૨૨ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે એ પછી બદલીના નિયમોને લઈ રાજ્યમાં ભારે વિવાદ થયો હતો. રાજ્યના કેટલાક શિક્ષકો દ્વારા નવા નિયમોને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો. બાદમાં વિકલ્પમાં અનુભવ સહિતને લઈ હાઈકોર્ટ દ્વારા આદેશ અપાતાં ફરી તા.૧૪ ઓક્ટોબર-૨૦૨૨ના રોજ નવો સુધારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એ પછી શિક્ષણ વિભાગે બદલીઓની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રથમ તબક્કામા વધ-ઘટના કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો દ્વારા ઓનલાઈન અરજી કરવા સુધીની કાર્યવાહી પૂર્ણ થઈ ચુકી છે. આ દરમિયાન સિનિયોરીટી ગણવા સહિતની વિવિધ બાબતોને લઈ અંદાજે ૨૫૦થી વધુ પિટિશન થઈ હતી. જેમાં હજુ પણ ૧૧૭ જેટલી પિટિશન પેન્ડિંગ છે.
હાઈકોર્ટમાં મામલો પહોચતાં બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી છે. આ સંજોગોમાં હવે ફરી બદલીની જોગવાઈઓમાં સુધારા કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના માટે શિક્ષણ વિભાગના જોઈન્ટ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને એક કમિટી નિમવમાં આવી છે. જેમાં પાંચ જેટલી DEO-DPE, ૨ TPE, સંઘના હોદ્દેદારો સહિત શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ કમિટીની શુક્રવારના રોજ પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં કેવા પ્રકારના સુધારા કરી શકાય તે માટે વિગતો સુજાવ લાવવા માટે સુચનો થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય માગ્યાં બાદ આગામી કાર્યવાહી કરાઈ શકે છે. સરકાર દ્વારા ઝડપથી નિર્ણય કરવા અંગે અધિકારીઓને સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
No comments:
Post a Comment