EDUCATION NEWS 25-11-2024

 








શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીની પ્રક્રિયા કરાયા બાદ પસંદગી પામેલા જ્ઞાન સહાયકો હાજર થતા ન હોવાથી શહેરી કક્ષાની ગ્રાન્ટેડ શાળાઓમા ૨૦ ટકા જ્ઞાન સહાયકોની જગ્યાઓ ખાલી રહેતી હોવાનો કકળાટ થઈ રહ્યો છે.


૩૧મી ઓક્ટોમ્બરના નિવૃત્ત થયેલા શિક્ષકોના ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી ન થાય ત્યા સુધી વચગાળાની વ્યવસ્થા સ્વરુપે જિલ્લા કક્ષાએથી જ્ઞાન સહાયક ફાળવવા અથવા જ્ઞાન સહાયક પસંદગીની સત્તા શાળાઓના ટ્રસ્ટ કે મંડળને નહી આપવાને લીધે શિક્ષણને અસર થઈ રહી છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પ્રથમ સત્રના અંતે ભાવનગર સહિત રાજ્યભરમા અસંખ્ય શિક્ષકો નિવૃત્ત થયા છે.


ગ્રાન્ટેડ શાળાઓમા એક વખત જ્ઞાન સહાયકની ભરતી થયા પછી ઘણા જ્ઞાન સહાયકો હાજર થતા નથી, અનેક જ્ઞાન સહાયકો હાજર થયા બાદ જગ્યા છોડી જાય છે.જેના કારણે શિક્ષણને ગંભીર અસર થઈ રહી છે.તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.


શાળાઓમાં ઘણી જગ્યાએ ખાલી પડી છે. આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ તથા ૧૨ની પરીક્ષાઓ તથા શાળાની વાર્ષિક પરીક્ષાઓને ધ્યાને રાખી આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી રહે તે શિક્ષણ હિતમાં નથી.જ્ઞાન સહાયકની


ભૂતકાળની ભરતી તથા તે જગ્યા પર પસંદગી પામેલા ઉમેદવાર હાજર થનારા ઉમેદવારનો રેશિયો આંતરિયાળ વિસ્તારમાં ઓછો હોય છે.સરેરાશ ૧૫ થી ૨૦ ટકા જગ્યાઓ શહેરી કક્ષાએ અને ૨૫ થી ૩૦ ટકા જગ્યાઓ આંતરિયાળ વિસ્તારમાં ખાલી રહે છે.તેમ જાણવા મળ્યુ




NAS સર્વ બાયસેગ માટે અહી ક્લિક કરો 

NAS મોડેલ પેપર માટે અહી ક્લિક કરો 



Post a Comment

0 Comments