સંસ્થાન પરિચય:DPEP થી સમગ્ર શિક્ષા અભિયાન



 1993-94 માં DPEP -  વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપયી વડે 1986 શિક્ષણ નીતિ મુજબ   ઠરાવ પસાર કરાયો.1993-94 માં જીલા પ્રાથમિક શિક્ષણ પોગ્રામ નામ થી શરૂઆત થઈ જે 6 વર્ષ સુધી લબાવવા નું ઠરાવવા માં આવેલ.272 જિલ્લા અને 18 રાજ્ય માં અમલ કરવામાં આવેલ.રાજ્ય સરકારની 15% અને કેન્દ્ર સરકારની 85% ભાગીદારી થી પ્રોજેક્ટ અમલ માં આવેલ.જેમાં સમગ્ર પોજેક્ટ ની સતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે હતી.

સર્વ શિક્ષા અભિયાન- 1 એપ્રિલ 2001 માં સોસાયટી એક્ટ હેઠળ DPEP માં ફેરફાર કરી સર્વ શિક્ષા અભિયાન ના નામે પ્રોજેક્ટ સ્વરૂપે શરૂઆત થઈ.
RTE એક્ટ 2001 ના નિયમો ના અમલી કરણ માટેની જવાબદારી માટે પ્રોજેક્ટ ની શરૂઆત થઈ.જેમાં UNISEF ના સહયોગથી આગામી 10 વર્ષમાં તમામ ધ્યેયો પરિપૂર્ણ કરવા સુધી ની પ્રોજેક્ટ ને જવાબદારી સોંપાઈ

પ્રથમ રીન્યુલ - 2001 થી 2010 સુધી સર્વ શિક્ષા અભિયાન નામે મંજૂરી મળેલ.નીચે મુજબ ની શાખાઓ સમાવિષ્ઠ હતી


M.I.S- મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ નામની શાખા જે તાલુકા,જિલ્લા અને રાજ્ય માં એક વ્યક્તિ ની નિમણુક કરાયેલી.જે નું મુખ્ય કામગીરી કોમ્યુટર વડે માહિતી ને અપડેટ કરી આપલે કરવાનું હતું

M.I.S શાખા વિશે વધુ જાણવા અહીં ક્લિક કરશો



એકાઉન્ટ - જિલ્લા,રાજ્ય તથા તાલુકા કક્ષાએ નિમણુક કરાયેલી.જે તમામ નાણાકીય હિસાબો નિભાવવા ની કામગીરી કરતી શાખા છે

જેન્ડર શાખા - મહિલા શિક્ષણ ની તમામ કામગીરી કરતી શાખા

ALS- TRANSPORT અને શાળા બહારના બાળકોના શિક્ષણ માટે કામગીરી કરતી શાખા

 T..T- ટીચર ટ્રેઈનર તરીકે ની શાખા જે શાખા અંતર્ગત સી.આર.સી અને બી.આર.સી નો સમાવેશ કરાયેલ.શિક્ષક તાલીમ ની કામગીરી કરતી શાખા
 

સિવિલ શાખા - નવી શાળા ,રૂમ માં બાંધકામ તેમજ રીનોવેશન ની કામગીરી કરતી શાખા.જે અંતર્ગત રાજ્ય અને જિલ્લા તથા તાલુકા કક્ષા એ T.R.P ની નિમણુક કરાયેલી 



બીજી વખત રીન્યુલ- 2010 થી 2017 સુધી 7 વર્ષ માટે મુદત લબાવવી "સર્વ શિક્ષા અભિયાન,સૌ ભણે સૌ આગળ વધે" નામ થી પ્રોજેક્ટ ચલવાયો.

આ અંતર્ગત તમામ કેટેગરી ના બાળકો ,વિકલાંગ બાળકો ને સમાન શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી.

B.R.P-2011 માં તમામ શિક્ષકો ને તાલુકા કક્ષા થી તાલીમ બદ્ધ થાય તે માટે તાલીમ શાખા(ટી.ટી) માં વિષય અનુસાર બી.આર.પી ની નિમણુક કરવામાં આવી

1.બીઆર.પી પ્રજ્ઞા
2.બી.આર.પી સામાજિક વિજ્ઞાન
3.બી.આર.પી ગણિત વિજ્ઞાન
4.બી.આર.પી ભાષા
5.બી.આર.પી અંગ્રેજી

બી.આર.પી વિશે વધુ જાણવા અહીં ક્લિક કરશો

I.ED - ઈન વિઝ્યુઅલ એજ્યુકેશન વિભાગ જે વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કામગીરી કરતું હતું.જેમાં રિસોર્સ ટીચર ની નિમણુક કરાયેલી
રીસોર્સ ટીચર - 16 બાળક દીઠ એક ની તાલુકા કક્ષા એ નિમણુક કરવામાં આવી.

 I.E.D શાખા વિશે વધુ જાણવા અહીં ક્લિક કરશો 

ત્રીજી વખત રીન્યુલ સમગ્ર શિક્ષા અભિયાન,સૌ ભણે સૌ આગળ વધે ના નવા નામાધીન સાથે પ્રોજેક્ટ ને 2018 થી 2030 સુધી રીન્યુલ કરવામાં આવેલ

જે મુજબ ત્રણ સંસ્થાનું એકંદર કરી GCERT ,માધ્યમિક શિક્ષણ અભિયાન અને સર્વ શિક્ષા અભિયાન ને સંકલિત કરવામાં આવેલ.માધ્યમિક શિક્ષણ અભિયાન ને સર્વ શિક્ષા અભિયાન સાથે જોડી દેવાયું અને સાથો સાથ તાલીમની સમગ્ર જવાબદારી GCERT ને સોંપી દેવાઈ
હવે 4 વર્ષ થી 18 વર્ષ સુધીની શિક્ષણ ની જવાબદારી સમગ્ર શિક્ષા અભિયાન અને GCERT ની થઈ

વધુ આવતી પોસ્ટ માં..

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...