સંસ્થાન પરિચય:GCERT/DIET

 


જીસીઇઆરટીની શરૂઆત 1962માં 'સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન (SIE)' તરીકે કરવામાં આવી હતી. બાદમાં રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ હેઠળ 1988માં તેને SCERT તરીકે અપગ્રેડ કરવામાં આવી હતી. અપગ્રેડ થયેલ SCERT, જેને હવે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) તરીકે નામ આપવામાં આવ્યું છે, તે એક સંપૂર્ણ સુઆયોજીત રાજ્ય સ્તરની શૈક્ષણિક સંસ્થા છે અને તેનું નિયંત્રણ અને માર્ગદર્શન સરકારશ્રી દ્વારા રચવામાં આવેલ ગવર્નિંગ બોડી (GB) તેમજ એક્ઝિક્યુટિવ કમિટી (EC) દ્વારા કરવામાં આવે છે.

 1998 માં જીસીઇઆરટીની સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ - 1860 તથા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ - 1950 હેઠળ નોંધણી થઇ અને તેણે સ્વાયત સંસ્થા તરીકેનો હોદ્દો પ્રાપ્ત કર્યો.


1997 માં જીસીઇઆરટીને અમદાવાદથી રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સ્થાળાંતરિત કરવામાં આવી જે સેક્ટર-12 માં ‘વિદ્યાભવન’ નામથી આધુનિક માળખાકીય સુવિધાઓ અને અદ્યતન સાધન - સામગ્રી સાથે કાર્યરત છે.


GCERT ની વેસાઇટ માટે અહી કલિક કરો


અધ્યન નિષ્પત્તિ માટે અહી ક્લિક કરો 


જીસીઇઆરટીનાં માર્ગદર્શન હેઠળ, હવે 33 જિલ્લાઓમાં 30 DIETs (ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગ) કાર્યરત છે. આ DIETs રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોને પૂર્વ સેવા તાલીમ તેમજ સેવાકાલીન તાલીમ આપે છે. 

ડાયેટમાં સાત શાખાઓ છે જેમ કે, 

1.પ્રી-સર્વિસ ટીચર એજ્યુકેશન (PSTE),

 2.વર્ક એક્સપિરિયન્સ (WE), ડિ

3.સ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ (DRU), 

4.કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ (CMDE), 

5.એજ્યુકેશનલ ટેક્નોલોજી (ET), 

6.ઇન-સર્વિસ ફિલ્ડ-ઇન્ટરેક્શન ઇનોવેશન એન્ડ કૉ-ઓર્ડિનેશન (IFIC) 

 7.પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ (PM). 

આમ 

જીવન શિક્ષણ માટે અહી ક્લિક કરશો

ધો.1 થી 12 પાઠ્યપુસ્તકો માટે અહી ક્લીક કરશો 

હાલ રાજ્ય ની તાલીમની સંપૂર્ણ જવાબદરી GCERT નિભાવે છે,વિવિધ શૈક્ષણિક સંશોધન માટે સર્વ પણ કરવામાં આવે છે

GAP,GAS,GLASS,NAS જેવી પરીક્ષા નો સમાવેશ થાય છે આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તક ની તમામ શાળા ઓના વાર્ષિક તેમજ સંત્રત પરીક્ષા ના પ્રશ્નપત્ર તૈયાર કરવાની કામગીરી તેમને આધીન છે

બાલ વાટિકા થી ધો.12 સુધીના શિક્ષકો અને તજજ્ઞો ને તાલીમ આપવી,બાળમેલો,વિજ્ઞાન મેળો, એજ્યુંકેશન ઇનોવેશન ની કામગરી પણ GCERT ના શિરે છે


સંદર્ભ - GCERT OFFICALY વેબ સાઈટ,વિકિપીડિયા,ભૂતપૂર્વ ડાયટ લેક્સરર,

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...