સરકારે સમાધાન કરી વાયદો આપ્યો પણ કાર્યવાહી થઇ નહીં
રાજ્યના શિક્ષકો ૯ ડિસેમ્બરે પદયાત્રા કરી જિલ્લાઓમાં મહાપંચાયત યોજશે
ખેલ સહાયક ભરતી માટે ક્લિક કરો
ગાંધીનગર, સોમવાર | રાજ્યના દોઢ લાખ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો | ૯મી ડિસેમ્બરે પદયાત્રા કરીને જિલ્લાઓમાં ઝોન બનાવીને નક્કી કરવામાં આવેલા સ્થળોએ મહાપંચાયત ।
યોજીને પોતાની માગણીઓના સંદર્ભમાં વિરોધ પ્રદર્શન કરશે. પડતર પ્રશ્નો અંગે સરકારે સમાધાન કરી વાયદો કર્યો હતો પરંતુ હજી સુધી કાર્યવાહી નહીં થતાં શિક્ષકો રોડ પર ઉતરશે.
જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, જૂની પેન્શન યોજનાનો લાભ અને ગ્રાન્ટ વધારા સહિતની માગણીઓ સંદર્ભે વિરોધ પ્રદર્શન
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તેની રાજ્ય | કારોબારીની બેઠકમાં આંદોલનની જાહેરાત કરી છે. રાજ્યના કુલ ૧૧ | સ્થાનોએ પદયાત્રા કરીને શિક્ષકો તેમજ શૈક્ષણિક કર્મચારીઓ મહાપંચાયત કરશે, જેમાં જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો | ઝડપથી ઉકેલવા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્રો
અપાશે. આ વિરોધ પ્રદર્શનમાં પોસ્ટકાર્ડ, હેન્ડબીલ, રૂટ બનાવી શિક્ષકોનો સંપર્ક,
સ્ટિકર તેમજ સોશ્યલ મિડીયાનો ઉપયોગ | કરવામાં આવશે. ઉત્તર ગુજરાત ઝોનની પદયાત્રાનું સ્થળ મહેસાણા અને હિંમતનગર રહેશે. મધ્ય ગુજરાતમાં ખેડા, ગોધરા અને વડોદરા, દક્ષિણ ગુજરાતમાં નવસારી અને સુરત તેમજ | સૌરાષ્ટ્રમાં મોરબી, ભાવનગર, જૂનાગઢ અને દ્વારકામાં પદયાત્રા યોજાશે.
મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અમારી પડતર માગણીઓ સરકારે | સ્વિકારી લીધી છે પરંતુ હજી સુધી |
ઠરાવની કાર્યવાહી થઈ નથી તેથી અમે આંદોલન શરૂ કર્યું છે. પદયાત્રાના આ કાર્યક્રમમાં પ્રાથમિક
અને માધ્યમિક શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓ તેમજ સંચાલકો જોડાશે. આ મહાસંઘ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરે છે. જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવાની માગણી કરે છે. ગ્રાન્ટમાં વધારો માગે છે તેમજ કર્મચારીઓને બદલીનો લાભ આપવાની અપીલ કરે છે.
No comments:
Post a Comment