સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત તા.૯મીથી આગામી તા.૨૯ નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયુ હતુ. અલબત્ત આગામી તા.૨૯ના બુધવારથી શાળાઓ ખુલશે.બીજા સત્રનુ વેકેશન ખુલવાની સાથે છાત્રો અભ્યાસ કાર્યમા મગ્ન બની જશે. ભાવનગરની ૪૬૦ હાઈસ્કૂલના ૧.૧૦ લાખ અને ૯૨૦ પ્રાથમિક
શાળાના અંદાજિત ૨.૨૦ લાખ છાત્રો માટે ગત તા.૯મીથી દિવાળી વેકેશન પડયુ હતુ.જોકે કેટલીક સ્વનિર્ભર શાળાઓ ખુલી ગઈ હતી.બીજુ સત્ર શાળાઓના છાત્રો માટે મહત્વનુ બની રહેશે.કારણ કે, બીજા સત્રમા બોર્ડની પરીક્ષાઓ લેવામા આવશે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર સહિત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક
શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ ભાવનગર સહિતની પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન ગત તા.૯/૧૧ થી આગામી તા.૨૯/૧૧/ સુધી કુલ ૨૧ દિવસનું નિયત કરવામાં આવ્યુ છે.
No comments:
Post a Comment