શૈક્ષણિક સમાચાર તા 25-11-2023

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના આચાર્યની ભરતીમાં નિયમોમાં વિસંગતતાને લઈને ઉમેદવારોમાં ભારે આકોશ પ્રવતી રહ્યો છે.

આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંથના ઉચ્ચત્તર માધ્યમિક અને માધ્યમિક શૈક્ષણિક સંઘના હોદ્દેદારો મિતેશભાઈ ભટ્ટ અને જિતેન્દ્રભાઈ પટેલ સહિતના જણાવ્યા અનુસાર, બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દર વર્ષે નિયમિત પ્રક્રિયા ભરતી પ્રક્રિયા થાય તે શિક્ષણ હિતમાં છે. આમ દર વર્ષે નિયમિત રીતે આચાર્યની ભરતી કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની ઉગ માંગ છે. આચાર્યની ભરતીના ભૂતકાળના અનુભવને આધારે ભરતી નિયમોમાં સુધારો કરવા જરૂરી છે.શાળાઓમાં આચાર્યની

ભરતી થાય તે પહેલાં નિયમિત રીતે
ક્લાર્ક તથા પટાવાળાની જગ્યાઓ એટલે કે. બિનશૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓની પણ દર વર્ષે નિયમિત ભરતી કરવા માટે પ્રત્યેક વર્ષ અનુસાર નિયમિત ભરતી કેલેન્ડર બહાર પાડવુ જરૂરી છે. આચાર્યની ભરતી પ્રક્રિયા શરૂ થાય તેની જાહેરાતમાં જેટલી જગ્યાઓ દર્શાવેલ હોય તે તમામ જગ્યાઓ ૧૦૦ ટકા ભરતી ન થાય ત્યાં સુધી વિવિધ રાઉન્ડ બહાર પાડી પૂરેપૂરી ભરતી થાય તેવી જોગવાઈ કાયમી ધોરણે કરવા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીની સંભવિત જગ્યાઓનો પણ સમાવેશ કરવા માંગણી છે. તારીખ ૧૧-૦૨- ૨૦૧૧ના જાહેરનામા બાદ સરકાર દ્વારા આચાર્યની ભરતી સમિતિ દ્વારા ૩ જાહેરાત આપીને પારદર્શક રીતે થતી હોય છે. અનુભવી શિક્ષક જ આચાર્ય બની શકતો હોવાથી - શિક્ષકોને અરજી

આચાર્ય ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના આચાર્યની ભરતીમાં નિયમોમા વિસંગતતા, ઉમેદવારોમાં ભારે આક્રોશ

બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓની પણ દર વર્ષે નિયમિત ભરતી કરવા માટે કેલેન્ડર નહી બનતા નારાજગી

આચાર્યને મેડિકલ ફ્ટિનેસ સર્ટિફિકેટ લેવામાંથી મુક્તિ આપે

આચાર્યની ભરતી પ્રક્રિયામાં અરજી કરતાં ઉમેદવારો ને ડોક્યુમેન્ટ વેરીફિકેશન, ઇન્ટરવ્ય પ્રક્રિયા તથા ભરતી પ્રક્રિયામાં જ્યારે જ્યારે રૂબરૂ હાજર રહેવાનું કહેવામાં આવે તે દિવસે 'ઓન- ડયુટી' ગણવા કાયમી સૂચના આપવી જરૂરી છે. શિક્ષક કે આચાર્ય અન્ય કે પોતાની શાળામાં આચાર્ય તરીકે જોડાતા શિક્ષક તથા આચાર્યને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવામાંથી મુક્તિ આપવી જોઈએ. આ સૂચનોને ધ્યાને લઈ ઘટતું કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આચાર્ય ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક સંવર્ગની માંગણી છે.

કરવા તથા અન્ય શાળામાં આચાર્ય બનવા માટે સંસ્થામાંથી એન.ઓ.સી. લેવાની મુક્તિ આપવા માંગ છે. શિક્ષણ વિભાગ દ્વારા જ ભરતી સમિતિના માધ્યમથી આચાર્યની ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે કરી ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, આ સંજોગોમાં ભરતી પ્રક્રિયામાં પસંદગી બાદ નિમણૂક હુકમ મેળવતા ઉમેદવાર શાળામાંથી છુટા થવા જતા ઉમેદવાર

પાસે સંચાલક મંડળ દ્વારા નોટિસ પેની માંગણી કરવામાં આવે છે. નોટિસ-પે ભરાવવાની જૂની જોગવાઈ કાયમ માટે સદંતર રીતે રદ કરવા માંગણી છે. આચાર્યની ભરતી પ્રક્રિયા બાદ પસંદગી થયેલ ઉમેદવારને નિમણૂંક હુકમ આપવામાં આવે છે. એક વખત પરીક્ષા આપ્યા બાદ HMATની માન્યતા મુદત આજીવન કરવી જોઈએ. શિક્ષક તરીકેના અનુભવ બાદ HMATની

આચાર્યની જગ્યામા ગેરહાજર સામે કાર્યવાહી ન કરવા માંગ

કોઈ સંજોગોને કારણે અનુકૂળતા ન હોય તેવા પસંદગી પામેલા ઉમેદવાર આચાર્યની જગ્યા પર હાજર ન થાય તો તેના પર કોઈ પણ પ્રકારની નોટિસ-પે કે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ નહીં. તેમ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યુ હતું.

પરીક્ષા આપી આચાર્ય બનતા ઉમેદવારોનો બે વર્ષના પ્રોબેશન સમયગાળની જોગવાઈ રદ કરવા, જી. પી. એસ. સી. વર્ગ-૨ (શિક્ષણ) પાસ ઉમેદવારને આચાર્યની ભરતીમાં અરજી કરવા માન્ય ગણવા માંગણી છે

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...