શૈક્ષિણક સમાચાર તા 25-10-2023

શિક્ષણ વિભાગના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત નવા સત્રથી શરૂ થનારી જ્ઞાન શક્તિ રેસિડેન્સિઅલ સ્કૂલ્સ, જ્ઞાન શક્તિ ટ્રાબલ રેસિડેન્સિઅલ અને રક્ષા શક્તિ સ્કૂલ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના માટેના વિકલ્પની પસંદગી ૨૫મી ઓક્ટોબરને બુધવારથી શરૂ થશે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટમાં સમાવેશ થયાં બાદ રજિસ્ટ્રેશન કરાવેલ ૫૧ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ચાર પૈકી જે યોજનાનો લાભ લેવો હોય તેમાં તા.૨૮મી સુધીમાં ચોઈસ આપવાની રહેશે. શિક્ષણ વિભાગની આ યોજના અંતર્ગત ગત તા.૨૭મી એપ્રિલના રોજ

ધો.૬ના જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ પૈકી ૧૩,૦૦૦ વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાથી અંદાજે ૨ હજાર જેટલા વિદ્યાર્થીઓની અરજીઓ રિજેક્ટ થઈ છે. અરજી રિજેક્ટ થવાનું કારણ જાણવા મળ્યું છે કે, આ વિદ્યાર્થીઓ

ધોરણ.૫ અને ૬માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી, જેમાં કુલ ૪,૨૨,૩૨૫ બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. જે પૈકી મેરીટ યાદીમાં કુલ ૫૨,૩૧૭ બાળકોનો સમાવેશ કરાયો હતો. આ વિદ્યાર્થીઓને

બે હજાર અરજી રિજેક્ટ, ધો.કતા વિધાર્થીઓને સ્કોરશીપનો વિકલ્પ

ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા. નિયમ મુજબ ધો.૧થી ૫ કે ૬ સુધીનો અભ્યાસ સરકારી-ગ્રાન્ટેડ શાળામાં કરેલો હોવો જોઈએ. ધો.૬ના જે વિદ્યાર્થીઓની અરજી માન્ય રહી છે તે પૈકીના વિદ્યાર્થીઓને મુખ્ય મંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપનો લાભ મળશે.

ચાર પ્રકારની પ્રોજેક્ટ સ્કૂલમાં મેરીટના આધારે પ્રવેશ આપવાની જોગવાઈ હતી. જોકે બાદમાં જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સનો પ્રોજેક્ટ રદ કરીને તેના બદલે ૩૦ હજાર વિદ્યાર્થીઓને સ્કોરશીપ આપવાની યોજના દાખલ કરવામાં આવી હતી.

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...