રાજ્યમાં ૧૪ હજાર પ્રાથમિક સ્કૂલો મર્જ
ગુજરાતમાં ૨૬,૫૯૧ સ્કૂલોને મર્જ કરવામાં આવી છે, જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય અને નજીકમાં જ બીજી સ્કૂલ ચાલતી હોય તો તેવા કિસ્સામાં સ્કૂલને મર્જ કરી દેવાઈ છે. ૨૬,૫૯૧ સ્કૂલો મર્જ કરવામાં આવી છે તેમાં સૌથી વધુ ૧૩,૮૨૭ પ્રાયમરી સ્કૂલનો સમાવેશ થાય છે, એ જ રીતે ૪.૬૩૮ સેકન્ડરી સ્કૂલ અને ૮.૧૨૬ સિનિયર સેકન્ડરી સ્કૂલનું એકત્રીકરણ કરાયું છે.
સ્માર્ટ ક્લાસરૂમ : ૩ વર્ષમાં માત્ર ૭ ટકા જેટલી પ્રગતિ થઈ ડિજિટલ ઈન્ડિયા-ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે ગુજરાતમાં ૨૦૨૦-
૨૧માં ૧,૮૧૫ સ્માર્ટ ક્લાસ રૂમ મંજુર કરાયા હતા, જેમાથી ૪૨૦ સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત્ થયા છે એટલે કે માત્ર ૨૩ ટકા જ કામગીરી થઈ છે. એકંદરે ત્રણ વર્ષમાં માત્ર સાત ટકા જેટલી કામગીરી થઈ છે. અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ ૨૦૨૨-૨૩માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મજુર કરાયા નથી. એક સ્માર્ટ કલાસ રૂમ માટે ૨૪૦ લાખ અને રિકરિંગ ગ્રાન્ટ ૦.૩૮ લાખ ૫ વર્ષ માટે ફાળવાતી હોય છે.
ગુજરાતતી પ્રાથમિક શાળાઓમાં ૪૧ હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું
ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨.૪૪ લાખ શિક્ષકોની મંજર જગ્યાઓ હતી, અલબત્ત, ૨૦૨૨-૨૩માં શિક્ષકોનું મહેકમ ઘટીને ૨.૦૩ લાખ થઈ ગયું છે, એનો મતલબ એ થાય છે કે, ગુજરાતમાં એક જ વર્ષમાં ૪૧ હજાર જેટલા શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું છે. વર્ષ ૨૦૨૨-૨૩ની સ્થિતિએ ધો.૧થી ૮માં ૧૯,૯૬૩ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સંખ્યાબંધ સ્કૂલોને તાળાં વાગ્યા છે અથવા તો મર્જ કરી દેવાઈ છે. ગુજરાત કરતા પાડોશી રાજ્યોની સ્કૂલોમાં શિક્ષકોની સંખ્યા વધુ છે, મધ્યપ્રદેશમાં ધો.૧થી ૮માં ૩.૬૩ લાખ, રાજસ્થાનમાં ૨.૯૯ લાખ, મહારાષ્ટ્રમાં ૨.૯૫ લાખથી વધુ શિક્ષકોનું મહેકમ છે. સ્વૈચ્છિક રાજીનામું, નિવૃત્તિ સહિતના કારણસર શિક્ષકોની જગ્યા ખાલી પડતી હોય છે, પણ સરકાર દ્વારા સમયસર જગ્યાઓ ભરાતી નથી. પરિણામે વિધાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડે છે.
No comments:
Post a Comment