જિલ્લાફેર બદલી તમામ પત્રકો માટે અહી ક્લિક કરો
CET ચોઈસ ફિલિંગ માટે અહી ક્લિક કરો
રાજ્યની નિયામક કચેરીએ શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કર્યો
પ્રાથમિક શિક્ષકો ૨૮ થી ૩૦ નવેમ્બર દરમિયાન જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકશે
૧૦થી ૧૧ ડિસેમ્બર સુધી શાળા પસંદગી અને ૧૩ ડિસેમ્બરે બદલીના ઓર્ડર ઈશ્યૂ થશે
જિલ્લા- મહાનગર- નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, જિલ્લા ફેર બદલીઅંગે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે, તે અંગે વિભાગ દ્વારા અલગથી જાહેરાત આપવામાં આવશે નહીં. સંબંધિત શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાનતાની જગ્યા ખાલી હતો ત્યાં જ જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) માટે અરજી કરી શકાશે. શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ જિલ્લા ફેરબદલી અંગેનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ કરાશે નહીં.
જિલ્લા ફેરબદલી કેમ્પમાં ઓનલાઈ ન ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ ૨૯ નવેમ્બરથી ૪ ડિસેમ્બર દરમિયાન તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશનની કામગીરી હાથ ધરાશે.
ઉપરાંત ૨૯ નવેમ્બરથી ૫ ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રૂવલ અને રિજેક્ટની કાર્યવાહી કરવામાં આવશે.
૭ ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાએ વેરિફિકેશન તથા શિક્ષક દ્વારા કરેલી અરજીઓની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
૧૦ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન સિનિયોરિટી યાદીમાં સમાવિષ્ટ શિક્ષકો દ્વારા શાળા પસંદગી કરવામાં આવશે
No comments:
Post a Comment