જિલ્લાફેર બદલી ના પત્રકો




-: જિલ્લાફેર બદલી માટે જરૂરી પત્રકો :-



👉જીલ્લાફેર બદલી થયેલ શિક્ષકની છુટા થવા બાબતની અરજી અને દાખલામાટે અહી ક્લિક કરો 


💣શીક્ષકને છુટા કરવા બાબતની તા.પ્રા.શિ. ની ભલામણમાટે અહી ક્લિક કરો 


💥શીક્ષકને છુટા કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ માટે અહી ક્લિક કરો 


💢શીક્ષકને છુટા કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટમાટે અહી ક્લિક કરો 


👍LPC LAST PAY CERTIFICATEમાટે અહી ક્લિક કરો 

💫બદલીવાળા જિલ્લામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજીમાટે અહી ક્લિક કરો 


 🙏બદલીવાળા તાલુકામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજીમાટે અહી ક્લિક કરો 


 ✌શીક્ષકને હાજર કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ માટે અહી ક્લિક કરો 


💀શીક્ષકને હાજર કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટમાટે અહી ક્લિક કરો 


-: પ્રક્રિયા :-


1.સૌપ્રથમ જિલ્લાફેર બદલી કેમ્પમાં હાજર થવા માટેનું પ્રમાણપત્ર તૈયાર કરીને કેમ્પમાં જવું.


2.જો કેમ્પમાં પસંદગી પ્રક્રિયામાં બોલાવવામાં આવે તો સ્થળ શાળા પસંદ કરવી, શાળા પસંદ કર્યા બાદ રદ કરી શકાશે નહિ. કેમ્પ બાદ બદલી હુકમ સ્વિકારવો. હુકમની વિગતો ઝીણવટથી ચકાસી લેવી, જો કોઈ ક્ષતિ જણાય તો ઓથોરીટીને ધ્યાને લાવી સુધારો કરાવી લેવો.


3.હુકમ મેળવ્યા બાદ હાલની ફરજની શાળાએથી બદલીમાં છુટા થવા માટેની પ્રક્રિયા શરૂ કરવી, જેમાં શિક્ષક મંડળી દાખલો, મકાન પેશગી દાખલો મેળવવો, મહેકમ પ્રમાણપત્ર અને અન્ય દાખલા પ્રમાણપત્રો આ ફાઈલમાં છે, એ તૈયાર કરી મુશિ, પે સેન્ટર બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી સિક્કા કરાવી, ભલામણપત્ર લઈ જિલ્લામાં અરજી આપી જિલ્લામાંથી છુટા થવાનો હુકમ મેળવવો, હુકમ મળવામાં વિલંબ થઈ શકે છે, હુકમ મેળવીને તે હુકમ પરથી તાલુકા કક્ષાએથી છુટા થવું. તાલુકા પરથી છુટા થયા બાદ શાળા પરથી છુટા થવું.


4. શાળા પરથી છુટા થયા બાદના તરત બીજા દિવસે બદલી વાળા જિલ્લા પર હાજર થઈ ત્યાંથી હુકમ મેળવી તાલુકા કક્ષાએ હાજર થવું અને ત્યારબાદ શાળા પર હાજર થવું, જો જિલ્લા પરથી હુકમ મળવામાં વિલંબ થાય એમ જણાય તો જિલ્લાની કચેરીએ હાજર થવાની અરજી આપી, અરજીની ઓસી કોપી પર ઈન્વર્ડ નંબર લખાવીને તાલુકા પર પણ અરજી આપીને શાળા પર હાજર થઈ જવું હિતાવહ છે, અમુક જિલ્લામાં સીધા શાળા પર હાજર થવાની સુચના આપતા હોય છે, એટલે પોતાના જિલ્લાની સુચના મુજબ અમલ કરવો. ખાસ ધ્યાન એ રાખવું કે જોબ બ્રેક ન થાય, એટલે કે હાલની શાળામાંથી છુટા થયા બાદ બીજા દિવસે જાહેર રજા ન હોવી જોઈએ અથવા તો બીજા દિવસે હાજર થવાનું બાકી ન રહેવું જોઈએ.


5. શાળામાં હાજર થયા બાદ નવા અને જુના બંને BRC સાથે સંકલન કરીને ઓનલાઈન હાજરી પોર્ટલમાં નામ ટ્રાન્સફર કરાવી દેવું.


6. PRAISA અને SAS માં નામ બદલતા પહેલા જુના અને નવા બંને પે સેન્ટર સાથે સંકલન કરવું, બંનેની સુચના બાદ નામ ટ્રાન્સફર કરવું, SAS શાળા લોગીનમાંથી અને PRAISA પે સેન્ટર લોગીનમાંથી બદલાશે.


7. વાર્ષિક ઈજાફા માટે IFMS GSWAN પર કેસ ટ્રાન્સફર કરવા માટે બદલીવાળા તાલુકાનો કાર્ડેક્ષ નંબર અને યુઝર નેમ મેળવી લેવા અને જુના તાલુકામાંથી તમારો કેસ આ એડ્રેસ પર ટ્રાન્સફર કરાવવો, ટ્રાન્સફર કરતા પહેલા જો ઈજાફો આપવાનો બાકી હોય તો ઈજાફો અપાવ્યા બાદ જ કેસ ટ્રાન્સફર કરાવવો.


8. કર્મયોગી પોર્ટલ પર નામ ટ્રાન્સફર કરાવવા માટે પે સેન્ટર પરથી કામગીરી કરાવવી.


9. બદલી થયા બાદ સર્વિસબુક, પાંચ વર્ષના સી.આર. ખાનગી અહેવાલ નોંધ, કપાત પગારી રજા ભોગવ્યા બાબતનું પ્રમાણપત્ર, અંતિમ પગાર પ્રમાણપત્ર LPC, પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉપધો મંજુર થયાની દરખાસ્ત અને પત્રક 4 મેળવી લેવું.


10. SAS પોર્ટલ અને PRAISA પોર્ટલ પર બેન્ક ખાતાની વિગતો, સરનામું અને અન્ય વિગતો અદ્યતન કરાવી દેવી.


No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...