ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક
સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ, કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર.
(બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક: ૦૫/૨૦૨૪)
ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા.૦૧/૦૮/૨૦૨૪ના જાહેરનામાં ક્રમાંક: GH/SH/૪૧/૨૦૨૪/ED/MIS/e-file/૩/૨૦૨૪/૦૪૮૨/G, શિક્ષણ વિભાગના તા. ૧૧/૦૧/૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક:મશબ/૧૧૧૯/૧૨/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS) - ૨૦૨૩ ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT (HS) - ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં નમૂનામાં ઓનલાઈન ઓનલાઈન અરજીઓ સ મંગાવવામાં આવે છે.
અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગતઃ
નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે
તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજ થી તા.૨૧/૧૦/૨૦૨૪ ના ૧૧:૫૯ કલાક સુધી વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઈટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.
અંદાજિત ખાલી જગ્યાની વિગતઃ
ખાલી જગ્યા ની વિગતો માટે અહી ક્લિક કરો
માધ્યમ
ગુજરાતી માધ્યમ
અંગ્રેજી માધ્યમ
હિન્દી માધ્યમ
પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે.
જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઈટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સૂચના/વિગતથી અવગત ન થનાર
જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી
રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.
No comments:
Post a Comment