ખેલ સહાયક ભરતી 2023



વિદ્યાર્થીઓને રમત ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવા ઉચ્ચક માનદવેતનથી કરાર આધારિત ખેલ સહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરૂચિ કસોટી (SAT) માટે ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૯૯૭૬-૧૦૦૮૬, તા:૧૩/૦૭/૨૦૨૩ નાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. તેમજ આ પરીક્ષાનું સુધારા જાહેરનામું ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૧૬૫૬૫-૧૬૬૭૪. તા:૦૨/૧૧/૨૦૨૩ નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જે ઉમેદવારો દ્વારા આ જાહેરનામાંઓ અંતર્ગત આવેદનપત્ર ભરવામાં આવેલ છે તે ઉમેદવારો માટે ખેલ અભિરૂચિ કસોટી (SAT) - ૨૦૨૩ તા:૨૯/૧૧/૨૦૨૩ (બુધવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૧૩.૩૦ કલાક દરમિયાન યોજાનાર છે.





Post a Comment

0 Comments