ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્થાનિક શિક્ષણ વિભાગના સંકલન સાથે તા.૨૯ના રવિવારે ભાવનગર શહેર અને જિલ્લાના મળીને કુલ ૧૮૧ પરીક્ષા કૅન્દ્ર પર જૂનીયર કલાર્કની પરીક્ષા લેવામા આવશે.જૂનીયર કલાર્કની પરીક્ષામા કુલ ૫૫,૩૯૦ છાત્રની કસોટી થશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના પુરતા પગલા લેવાયા છે. પરીક્ષામા ગેરરીતિના બનાવાને ડામવા માટે ચાર સભ્યની બનેલી ૫૮ ફલાઈંગ સ્કવોડ પરીક્ષા કેંન્દ્ર પર બાજનજર રાખશે.પરીક્ષા સવારના ૧૧ થી ૧૨ કલાક વચ્ચે લેવાશે. જુનીયર કલાર્કની પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોઇ, પરીક્ષાના દિવસે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવામાં તકલીફ ન થાય તે ધ્યાનમાં રાખી દરેક ઉમેદવારને તેનું પરીક્ષા કેન્દ્ર જે શહેરમાં આવેલ હોય તે શહેરમાં પરીક્ષાના આગળના દિવસે પહોંચી જાય તેવી સલાહ તંત્રએ આપી છે. જેથી પરીક્ષાના દિવસે તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ રહે નહિ . ઉમેદવાર પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી, તેને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે સમયસર પહોંચી જાય તે રીતે પોતાનું
No comments:
Post a Comment