6 વર્ષથી ઓછી વયનું દરેક બાળક એક “પૂર્વપ્રાથમિક વર્ગ” અથવા “બાલવાટિકા”માં (ધોરણ 1 પહેલાં)
પ્રવેશ કરશે કે જ્યાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટેતાલીમ પામેલા શિક્ષકો અધ્યયન કરાવતા
હશે. આ વર્ગોમાં મુખ્યત્વે રમતગમત દ્વારા અધ્યયન પર ભાર મૂકવામાં આવશે. જના દ્ ે વારા બાળકોના
બૌદ્ધિક, સાંવેગિક અને મનોશારીરિક વિકાસ તેમજ વાચન, લેખન અને ગણન કૌશલ્યોના વિકાસ પર
ધ્યાન આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં પૂર્વપ્રાથમિક વર્ગોને પણ મધ્યાહ્ન ભોજન યોજનામાં
સમાવિષ્ટ કરાશે. આંગણવાડીમાં ચાલતા સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમ તેમજ બાળકના વૃધ્ધિ અને વિકાસની
દેખરેખ માટના ે કાર્યક્રમો પૂર્વપ્રાથમિક વર્ગ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટ લાગું ે કરવામાં આવશે
એવું વિચારાયું છ.ે
1.7 આંગણવાડીમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE)ના શિક્ષક સંવર્ગને તૈયાર કરવા માટેહાલમાં
આંગણવાડીમાં કાર્યરત કાર્યકર્તાઓ/શિક્ષકોને NCERT દ્વારા તૈયાર કરાયેલ અભ્યાસક્રમ અને શૈક્ષણિક
માળખાને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. 10+2 કેતેથી વધારેશૈક્ષણિક લાયકાત ધરાવતા આંગણવાડી
શિક્ષકો/ કર્મચારીઓને પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો 6 મહિનાનો સર્ટિફિક ેટ કોર્સ કરાવવામાં
આવશે. જમને ી શૈક્ષણિક લાયકાત 10+2 કરતાં ઓછી હોય તેમને પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણમાં
1 વર્ષનો ડિપ્લોમા કોર્સકરાવવામાં આવશે. જમાં પ્ ે રારંભિક સાક્ષરતા સંખ્યા, અને પ્રારંભિક બાળ સંભાળ
અને શિક્ષણ (ECCE)ના પાસાને આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમોને દૂરવર્તી શિક્ષણના સ્વરૂપે DTH
ચેનલ્સ તેમજ સ્માર્ટફ્માર્ટ ોનના માધ્યમથી ચલાવવામાં કરવામાં આવશે, જથેી કર્મચારીઓ રોજિદા ં કાર્યો
સાથે સરળતાથી યોગ્યતા પ્રાપ્ત કરી શકે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના આ તાલીમી કાર્યક્રમોનું
નિરિક્ષણ શાળા શિક્ષણ વિભાગના Cluster Resource Centers (CRC) દ્વારા કરવામાં આવશે. જ્યાં
મહિનામાં ઓછામાં ઓછુ એં ક વખત આ શિક્ષકો માટ સંપ ે ર્ક વર્ગનું આયોજન કરશે, જથેી સતત મૂલ્યાંકન
થઈ શકે. આવનાર વર્ષોમાં રાજય સરકારો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટ જરૂર ે ી વ્યાવસાયિક
લાયકાત ધરાવતા શિક્ષકો તૈયાર કરશે અને તે માટ જે ુદા જુદા સ્તરે જરૂરી વ્યાવસાયિક તાલીમ, સલાહ
માર્ગદર્શન વ્યવસ્થા અને કારકિર્દી માર્ગદર્શનનું આયોજન અને અમલીકરણ કરશે. આ શિક્ષકોને તેમના
વ્યવસાય માટ, સુસજ્જ બનાવવા ે તેમજ તેમના સતત વ્યાવસાયિક વિકાસ માટ જરૂર ે ી સગવડો અને
સવલતો પૂરી પાડવામાં આવશે.
1.8 પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને આદિવાસી વિસ્તારોમાં આવેલી આશ્રમ શાળાઓ તેમજ વૈકલ્પિક
શિક્ષણની તમામ વ્યવસ્થાઓમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની
આશ્રમ શાળાઓમાં સંકલન અને અમલીકરણ ઉપર જણાવેલ પદ્ધતિથી કરવામાં આવશે.
No comments:
Post a Comment