Education news 14-9-2024
મૂલ્યાંકન પદ્ધતિઓમાં અવારનવાર ફેરફારથી શિક્ષકો પણ ડખે ચડ્યા હતા
ગ્રાન્ટેડ શાળમા લેવાતી એકમ કસોટીની મૂલ્યાંકનની પદ્ધતિમા સાતત્યનો અભાવ
અનેક બાબતોને લીધે શિક્ષકોને વર્ગખંડમાં સમયે ઓછો મળે છે
સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લેવાતી એકમ- કસોટીમા સાતત્યમા અભાવ જોવા મળી રહ્યુ હોવાનુ તારણ બહાર આવ્યુ છે.
આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેશ ભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર, લેખન, વાંચન, ગણન,અધ્યયન, મૂલ્યાંકન,ભૂલ સુધાર, દ્રઢીકરણ જેવી બાબતોનો શિક્ષણમાં સમાવેશ થાય છે.જે અન્વયે શિક્ષણ સુધારણા માટે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેમીસ્ટર, ઓ.એમ.આર પદ્ધતિ, એકમ
મુલ્યાંકન માટેના તારણો અંગે ચર્ચા જરૂરી
એકમ કસોટી અસરકારકતા જળવાઈ રહે અને મૂલ્યાંકન સારી રીતે થાય તે અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કેટલાક તારણ કાઢવામાં આવ્યા છે.આ તારણો શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં અધિકારીઓની હાજરીમાં યોગ્ય ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવે તો તે શિક્ષણ તથા વિદ્યાર્થી હિતમાં રહેશે.તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.
કસોટી જેવો નવીન મૂલ્યાંકન પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી, પરંતુ આ મૂલ્યાંકન પદ્ધતિઓમાં કોણ જાણે કેમ? ટૂંકા સમયમાં ફેરફાર થતો રહ્યો હતો. જેને લીધે મૂલ્યાંકનની પદ્ધતિઓના સાતત્યમાં અભાવ જોવા મળે છે, તેમાં પણ વર્તમાનમાં સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ દરમિયાન લેવાતી એકમ કસોટીની સંખ્યા, ડેટા ઓનલાઈ
0 Comments