શૈક્ષિણક સમાચાર તા 1-12-2023

જ્ઞાન સહાયક યોજના એ પ્રવાસી શિક્ષકનો વિકલ્પ, કાયમી ભરતી ન બનાવો
જ્યા જ્ઞાન સહાયકો ફાળવાયા નથી ત્યા પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ ચાલુ કરો

આચાર્ય ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ આપ્યા સુઝાવો


બિન સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઘટાડેલ સરાસરી મુજબ તથા વર્ગ દીઠ મહેકમ અનુસાર શિક્ષક, કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક ફાળવવા તથા જ્ઞાન સહાયક ન ફળવાયા હોઈ ત્યાં પ્રવાસી શિક્ષકની નિયુક્તિ ચાલુ કરવા માટે આચાર્ય ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા માંગણી થઈ છે.

આ અંગે આચાર્ય ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘના

હોદેદારોના જણાવ્યા અનાસાર, જ્ઞાન સહાયક યોજનાએ પ્રવાસી શિક્ષકનો વિકલ્પ છે, તેને કાયમી ભરતીનો વિકલ્પ ન બનાવવા તેમજ નાણાં વિભાગ દ્વારા મંજૂર મહેકમની જગ્યા ઉપર કાયમી શિક્ષકોની સત્વરે ભરતી કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધનો અનુરોધ છે.
ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગદીઠ મહેકમની જોગવાઈ થયેલ છે. વર્ષોથી તે અનુસાર શિક્ષકોની ફાળવણી થાય છે. ધોરણ ૯ તથા ૧૦ ના એક એક એમ બે
વર્ગની શાળાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ વિદ્યાર્થી સંખ્યા થતા શહેરી વિસ્તારમાં ૭૫ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યાં આચાર્ય સહિત ૪ શિક્ષકોનું મહેકમ આપવાના ઠરાવની જોગવાઈ છે. આ અનુસાર જગ્યાઓ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંજૂર કરવામાં આવતી નથી. વર્તમાનમાં વર્કલોડ તથા સંખ્યાના આધારે જગ્યા ફાળવવાની જગ્યાએ વર્ગ પ્રમાણે જગ્યા ફાળવવામાં આવે તે રીતે સૂચના આપવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ છે.

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...