ગ્રાન્ટેડ શાળના શિક્ષકોના પ્રશ્નો અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની-ભાવનગરની આગામી ૨જી ઓક્ટો. થી શરૂ થનારા આંદોલનાત્મક કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ હતી. આગામી ૨જી ઓક્ટો. ગાંધી જયંતિના દિવસે મહાસંઘની પ્રાંતની સૂચના અન્વયે પડતર પ્રશ્નો અંગે શરૂ થનાર આંદોલન સંદર્ભે બેઠક મળી હતી. આ બેઠકમાં એચ. ટાટ પ્રાંત મહામંત્રી ડો. હરેશ રાજયગુરુએ તથા માધ્યમિક સંવર્ગના પ્રાંતમંત્રી તરુણભાઈ વ્યાસે માર્ગદર્શન આપ્યુ હતુ.
આજે મળેલી બેઠકમાં તમામ સંવર્ગના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી બીજી ઓક્ટો.ના ક્રેસન્ટ સર્કલ ખાત સવારે ૧૦ કલાકે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર,સુતરની આંટી પહેરાવી પ્રાર્થના કરવામાં આવશે. બેઠકમા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને સફ્ળ બનાવવા માટેની હાકલ કરાઈ હતી.
No comments:
Post a Comment