રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તા વધે એ માટે અદ્યતન ટેકનોલોજી આધારિત નિયમિત મોનેટરિંગ થાય એ માટે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતુ. જોકે હવે સ્કૂલ શિક્ષણનું મોનેટરિંગ જિલ્લા અને તાલુકાકક્ષાએથી પણ થઈ શકે એ માટે રાજ્યનાં ૩૩ જિલ્લા અને ૨૫૪ તાલુકાઓમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોનું નિર્માણ કરવાનું શિક્ષણ વિભાગજિલ્લાકક્ષાએ GCERT હેઠળની ડાયટ્સ તેમજ તાલુકા કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ૨.૦ અંતર્ગત AI-આધારિત ડેટા એનાલિટિક્સ દ્વારા જિલ્લા અને બ્લોક સ્તરથી શાળાઓનું ઓનલાઈન એટેન્ડન્સ મોનિટરિંગ કરવામાં આવશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ૨.૦થી રાજ્ય અને તાલુકા વચ્ચે સેતુ તરીકે કાર્ય કરશે જેના થકી જિલ્લા સ્તરના શિક્ષણનું પરફોર્મન્સ સુધરશે તેવો શિક્ષણના અધિકારીઓ દ્વારા દાવો
No comments:
Post a Comment