સમગ્ર શિક્ષા અભિયાન જ્ઞાન સહાયક ભરતી 24000
લાયકાત:
મિત્રો, લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
સર્વ શિક્ષા અભિયાનની આ ભરતીમાં જ્ઞાન સહાયકના પદ પર પસંદગી પામ્યા બાદ તમને માસિક ફિક્સ વેતન રૂપિયા 24,000 ચુકવવામાં આવશે. 11 મહિના બાદ જયારે કોન્ટ્રાકટ રીન્યુ થશે ત્યારે સરકારશ્રીના નિયમો મુજબ બેજીક પે ના 5% પ્રમાણે વેતનમાં વધારો કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર SSA વિભાગની સત્તાવાર વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર અરજી કરી શકે છે.
અરજી ફી:
SSA ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
વયમર્યાદા:
SSA ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
કુલ ખાલી જગ્યા:
સર્વ શિક્ષા અભિયાનની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, આ ભરતીની જાહેરાત જોતા અનુમાન લગાવી શકાય છે કે આ ભરતીમાં ખાલી જગ્યાઓની સંખ્યા વધુ પણ હોઈ શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે