બદલી ના નિયમો માટે અહી ક્લિક કરો
જિલ્લાફેર એકતરફી ઓફલાઇન(Offline) બદલી :-
(৭)
જિલ્લાફેર એકતરફી ઓફલાઈન(Offline) બદલી માટે હાલ જે જિલ્લામાં વિભાગ/વિષય મુજબના પ્રતિક્ષા યાદીના રજિસ્ટર નિભાવેલ છે તે જિલ્લાના કિસ્સામા આ ઠરાવ થયાની તારીખ પછી જે તે વિભાગ/વિષયની પ્રતિક્ષા યાદીઓ પુર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફેર અરસપરસ સિવાયની કોઇ પણ પ્રકારની જિલ્લાફેર બદલી માટેની જે તે વિભાગ/વિષયની અરજીઓ સ્વીકારવાની રહેશે નહી. જે જિલ્લામાં જે તે વિભાગ/વિષયમાં જિલ્લાફેર એકતરફી ઓફલાઇન(Offline) બદલી માટેની અગ્રતા/સામાન્ય શ્રેયાનતા યાદી પૂર્ણ થયા બાદ પછીના બીજા જ વર્ષથી જિલ્લાફેર એકતરફી ઓનલાઈન(Online) બદલીઓ કરવાની રહેશે.
નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ નક્કી કરે તે માસની પહેલી તારીખે જિલ્લામાં ખાલી પડનાર. તમામ જગ્યાઓ વિભાગ/વિષય મુજબ જિલ્લાફેર બદલીથી ભરી શકાશે. જિલ્લાફેર બદલીથી ભરવાપાત્ર જગ્યાઓના ૫૦ ટકા જગ્યાઓ આ ઠરાવના અગ્રતા પ્રકરણ-(E)(અ) ની જોગવાઇ મુજબ ભરી શકાશે અને બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે. અગ્રતાના કિસ્સામાં ઉમેદવારો ન મળવાના કારણે બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે.
(3)
જિલ્લાફેર બદલી અંગેની જે તે જિલ્લામાં જિલ્લા ફેરબદલી રજિસ્ટરમાં નોંધાયેલ અરજીઓ પૈકી બાકી અરજીઓને નીચે મુજબના વિભાગ/વિષયમાં પ્રકરણ- E ના (અ) મુજબની અગ્રતા અને ||માન્ય શ્રેયાનતા મુજબ વહેંચવાની રહેશે અને તે મુજબ ૮ પ્રકારના શ્રેયાનતા રજિસ્ટર નિભાવવાના રહેશે.
(૧)પ્રાથમિક( ધો.૧ થી ૫) અગ્રતા
(૨) પ્રાથમિક ( ધો.૧ થી ૫) શ્રેયાનતા
૩)ઉચ્ચ પ્રાથમિક( ધો.૬ થી ૮ ) - ભાષાઓ અગ્રતા
(૪)ઉચ્ચ પ્રાથમિક( ધો.૬ થી ૮ ) - ભાષાઓ શ્રેયાનતા
(૫) ઉચ્ચ પ્રાથમિક( ધો. ૬ થી ૮) - ગણિત વિજ્ઞાન અગ્રતા
(૬) ઉચ્ચ પ્રાથમિક( ધો. ૬ થી ૮ ) - ગણિત વિજ્ઞાન શ્રેયાનતા
(૭) ઉચ્ચ પ્રાથમિક ( ધો. ૬ થી ૮ ) - સામાજિક વિજ્ઞાન અગ્રતા
(૮) ઉચ્ચ પ્રાથમિક ( ધો. ૬ થી ૮ ) - સામાજિક વિજ્ઞાન શ્રેયાનતા
No comments:
Post a Comment